Sunday, June 8, 2025
spot_img
HomeGujaratસાદરામાં બેંક ઓફ ઈન્ડિયા પાસે આવેલ ATM રૂમ હવે ભગવાન ભરોસે?

સાદરામાં બેંક ઓફ ઈન્ડિયા પાસે આવેલ ATM રૂમ હવે ભગવાન ભરોસે?

ગાંધીનગરના સાદરા ગામમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની આ કેવી બેદરકારી! હજુ માંડ થોડા સમય પહેલાં જ નવું મકાન બનાવ્યું અને તેની બાજુના એટીએમ કમ પાસબુક પ્રિન્ટિંગના રૂમની આ દશા? એટીએમ તો જાણે ગાયબ જ થઈ ગયું અને હવે બચ્યું છે માત્ર ગંદકીનું સામ્રાજ્ય!

આ એટીએમ રૂમની હાલત જોઈને તો કોઈને પણ શરમ આવે તેવી છે. સ્વચ્છતાના તો નામોનિશાન નથી! બહારના પગથિયાં જાણે ગામ લોકો માટેની બેઠક બની ગયા છે અને અંદર તો તોડફોડ કરીને જાણે ભંગારખાનું બનાવી દીધું છે!

અહીં સવાલ એ છે કે બેંકના મેનેજર અથવા જવાબદાર વ્યક્તિને આ બધું દેખાતું નથી? શું જવાબદાર વ્યક્તિઓએ આંખ આડા કાન કરી લીધા છે? આટલી ગંદકી અને અવ્યવસ્થા હોવા છતાં કોઈને તેની પડી નથી? વડાપ્રધાન મોદી સાહેબ સ્વચ્છતા માટે આટલો આગ્રહ રાખે છે અને અહીં બેન્કનું તંત્ર જાણે સ્વચ્છતાના નિયમોને નેવે મૂકીને બેઠું છે!

શું આ રૂમની સફાઈ કરાવવી એ બેન્કની જવાબદારી નથી? જો નથી, તો કોણ છે આ માટે જવાબદાર? શું આ બાબતે કોઈ સિસ્ટમ જ નથી? પોતાના ઘરમાં આવી ગંદકી રાખતા હશો તમે? હવે જોવાનું એ છે કે આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ! જાગો બેન્ક મેનેજર અને જવાબદાર અધિકારીઓ, આ તમારા બેદરકાર વહીવટનું જીવતું જાગતું ઉદાહરણ છે!

જુઓ વિડીયો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x