Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક ચેરુકુરી રામોજી રાવનું આજે શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયાના સમાચાર મળી રહ્યા છે. રામોજી રાવે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સતત તબીયત બગડવાને લીધે તેમને 5 જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે હૃદય સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા રામોજી રાવે હૈદરાબાદમાં રામોજી ગ્રુપની સ્થાપના કરી હતી.
રામોજી રાવ દ્વારા હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ ફિલ્મ સિટીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. રામોજી રાવ સફળ ઉદ્યોગસાહસિક, ફિલ્મ નિર્માતા અને મીડિયા ટાયકૂન હતા. તેઓ તેલુગુ મીડિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x