Sunday, June 8, 2025
spot_img
HomeIndiaહવે મેરેજ સર્ટિફિકેટ વિના પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરી શકાશે

હવે મેરેજ સર્ટિફિકેટ વિના પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરી શકાશે

સરકારે પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે મેરેજ સર્ટિફિકેટ વગર પણ પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરી શકાશે. આ માટે અરજદારે Annexure J માં લગ્નનો ફોટો અથવા સંયુક્ત ફોટો અપલોડ કરવાનો રહેશે, જેના પર બંનેની સહી હોવી જરૂરી છે. આ ફોટોને લગ્નના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. અરજદારે પોતાનું નામ, આધાર કાર્ડ નંબર, વોટર આઇડી નંબર અને પાસપોર્ટ નંબર પણ રજૂ કરવાના રહેશે. આ નિર્ણયથી લગ્ન નોંધણીની જટિલ પ્રક્રિયાથી લોકોને રાહત મળશે અને પાસપોર્ટ સંબંધિત કામગીરી સરળ બનશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x