ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે સરગાસણ નજીક એક અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી આશરે ચાર હજાર બોટલ દારૂ, એક કાર અને એક સ્કૂટર મળી કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રોહિત પ્રજાપતિ અને શ્રવણ ખરાડીની ધરપકડ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે હાર્દિક પાસવાન અને લાલાભાઈએ આ દારૂ મંગાવ્યો હતો. પોલીસે ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી કાર પણ કબ્જે કરી છે. અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઇન્ફોસિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
