Monday, June 9, 2025
spot_img
HomeGujaratજન્મ-મરણ પ્રમાણપત્ર મેળવવું પણ થયું મોંઘું

જન્મ-મરણ પ્રમાણપત્ર મેળવવું પણ થયું મોંઘું

રાજ્ય સરકારના જાહેરનામા બાદ મ્યુનિસિપલ હેલ્થ કમિટીએ જન્મ અને મરણની નોંધણીના દરોમાં ધરખમ વધારો કર્યો છે. હવે નોંધણી માટે ૨ રૂપિયાની જગ્યાએ ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. ૩૦ દિવસથી ૧ વર્ષ સુધીના વિલંબ માટેનો ચાર્જ ૫ રૂપિયાથી વધીને ૫૦ રૂપિયા થયો છે. ગુજરાત બર્થ એન્ડ ડેથ રજીસ્ટ્રેશન એક્ટ-૨૦૧૮માં થયેલા સુધારા મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોંધણી, રેકર્ડ ચકાસણી અને નો-રેકર્ડ સર્ટિફિકેટના દરોમાં આ વધારો મંજૂર કરાયો છે, જેમાં એકસાથે ૧૦૦૦ ટકાનો વધારો થયો છે. મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી બાદ આ નવા દરો અમલમાં આવશે.

પ્રકાર હાલનો દર (રૂપિયા) નવો દર (રૂપિયા) વધારો (રૂપિયા)
21 દિવસ પછી 30 દિવસમાં નોંધણી કરાવવા 2 20 18
30 દિવસથી એક વર્ષમાં નોંધણી કરાવવા 5 50 45
1 વર્ષ પછી 10 100 90
પહેલાં વર્ષમાં નોંધ શોધવા 2 20 18
પહેલાં વર્ષ પછી પ્રત્યેક વર્ષ માટે 2 20 18
નોંધ શોધ કર્યા પછી સર્ટિફિકેટ આપવા 5 50 45
નો-રેકર્ડ સર્ટિફિકેટ માટે 2 20 18

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x