Sunday, June 8, 2025
spot_img
HomeIndiaઅવકાશયાત્રીઓની સફળ ઘરવાપસી: 286 દિવસ બાદ પૃથ્વી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ

અવકાશયાત્રીઓની સફળ ઘરવાપસી: 286 દિવસ બાદ પૃથ્વી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ

ફ્લોરિડા: આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 286 દિવસ વિતાવ્યા બાદ, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સલામત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતર્યું હતું.

આ મિશન માત્ર આઠ દિવસ માટેનું હતું, પરંતુ વિવિધ કારણોસર તેઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 286 દિવસ વિતાવવા પડ્યા હતા. નાસાએ જણાવ્યું કે, અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી પૃથ્વી પર પાછા ફરતી વખતે અવકાશયાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે અસ્થિરતા, ચક્કર આવવા અને ચાલવામાં મુશ્કેલી.સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું સફળ ઉતરાણ અવકાશ સંશોધનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x