Sunday, June 8, 2025
spot_img
HomeTop NewsDelhi Election Results: પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે આગળ

Delhi Election Results: પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે આગળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શરૂ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે પ્રાથમિક રીતે હાલનાં વલણો જોતા એક્ઝિટ પોલના પરિણામો ચૂંટણી પરિણામો સાથે મેળ ખાઇ રહ્યા છે. મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે લીડ કરી રહ્યું છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કારમી હાર તરફ જઈ રહી છે. વલણોમાં AAP ના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં આ વખતે પણ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. દિલ્હીમાં ભાજપ 1993 બાદ પ્રથમ વખત જીતી છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x