નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કરતાં કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા ચાર વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

- અપડેટેડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય સીમા બે વર્ષથી વધારીને 4 વર્ષ કરાઈ.
- વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર થતી આવક પર TDSની લિમિટ 50 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
- બે self-occupied સંપત્તિના વાર્ષિક મૂલ્યને શૂન્યના રૂપે પણ દાવો કરી શકશે.
- ભાડા પર TDSની વાર્ષિક સીમા 2.40 લાખ રૂપિયાથી વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવશે.