Monday, June 9, 2025
spot_img
HomeIndiaઆજથી સંસદનું બજેટ સત્ર થશે શરુ

આજથી સંસદનું બજેટ સત્ર થશે શરુ

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ પહેલા આજે એટલે કે શુક્રવારે 2024-25ની આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવશે. સમીક્ષામાં વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્રના પ્રદર્શનના મૂલ્યાંકનની સાથે દેશ સામેના પડકારોની રૂપરેખા આપવામાં આવી છે. કેન્દ્રીય બજેટ પહેલા સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેમાં સુધારા અને વિકાસની બ્લુ પ્રિન્ટ પણ આપવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની આગેવાની હેઠળની ટીમ દ્વારા સમીક્ષા તૈયાર કરવામાં આવી છે. તે આગામી નાણાકીય વર્ષ માટે આઉટલૂક આપવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અર્થતંત્ર અને વિકાસની રૂપરેખા આપે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x