Monday, June 9, 2025
spot_img
HomeTop Newsમાધવગઢ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઇ

માધવગઢ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઇ

૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માધવગઢ પ્રાથમિક શાળા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ પુંજાજી તેમજ ગામની સારુ ભણી રહેલી દીકરી સુહાની જેહાજી ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકોએ પોતપોતાની અલગ અલગ આવડત અને કલા પ્રમાણેના વિવિધ કૌશલ્ય રજૂ કર્યા હતા અને ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને વધુ રંગીન બનાવતા, શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રજાસત્તાક દિનના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો રજૂ કરતાં સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. અને હાજર લોકોમાં દેશભક્તિની લાગણી જોવા મળી હતી. ગ્રામ પંચાયત સભ્ય ગણ,શિક્ષણ સમિતિ, વાલીગણ તેમજ ગામ લોકોએ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્યએ ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને છેલ્લે ગ્રામજનો પ્રસાદી લઈને બધા છૂટા પડ્‌યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x