અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામમાં ધી ટાકાટુકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા અમુલ પાર્લર અને અમુલ મોલ નું ભિલોડા – મેઘરજ ધારાસભ્ય – પી.સી બરંડાના અધ્યક્ષ સ્થાને ઉદ્ધાટન અને શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.આ શુભ પ્રસંગે હિંમતનગર સાબર ડેરીના ડિરેક્ટર શામળભાઈ એમ.પટેલ, ભિલોડા તાલુકા સહકારી સંઘના ચેરમેન – રાજેન્દ્રસિંહ ભાટી, મોડાસા સહકારી – જીલ્લા સંધના ચેરમેન – વિમલભાઈ પટેલ, સાબર ડેરીના મેનેજીંગ ડિરેક્ટર – સુભાષભાઈ પટેલ, સાબર ડેરીના વહીવટી અધિકારીઓ, ટાકાટુકા સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.દુધ ઉત્પાદકો, સભાસદો, ધી ટાકાટુકા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચેરમેન શામળભાઈ પટેલ, સેક્રેટરી સહિત વ્યવસ્થાપક કમિટિ સભ્યોએ રાજકીય, સહકારી આગેવાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
