વડોદરાની નવરચના શાળામાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો ઈમેલ મળતા સ્કૂલ સંચાલકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે વડોદરા પોલીસને જાણ કરાતા પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોર્ડ ટીમે શાળાએ પહોંચી ચેકીંગ શરૂ કર્યું છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. ધમકીભર્યો મેઈલ આવ્યો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાળાની પાઈપલાઈનમાં બોમ્બ રાખ્યો છે, જેનીથી આખી શાળા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતને લઈને BDDS અને પોલીસની ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ અને PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. જ્યારે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.
