*ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વિશેષ કાર્યક્રમમાં ઈડર તાલુકા આરોગ્ય કચેરીમાં” ટીબી મુક્ત ભારત – ૨૦૨૫ ” ના અભિયાન અંતર્ગત ભિલોડાના એડવોકેટ – દિલીપકુમાર કે. પરમાર ના ૬૦ માં જન્મ દિવસની ઉજવણી ડો. વિશાલદેવ અને ડો. શૈલદેવ તેમની બે દિકરીઓના સર્વશ્રેષ્ઠ વિચાર ને આવકારી જન્મ દિવસની અનોખી રીતે ઉજવવાના ભાગ રૂપે ૬૦ માં જન્મ દિવસે ટીબી ના ૬૦ દર્દીઓ માટે કરિયાણાની પોષણક્ષમ કીટ વિતરણ કાર્યક્રમ ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી, રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, કલ્પેશભાઈ ચૌહાણ, સાગરકુમાર જોષી, સંજયભાઈ પંચાલ, રમેશભાઈ ચૌહાણ સહિત સેવાભાવી કાર્યકરોએ સાથે મળીને યોજવામાં આવ્યો હતો. આપણે જન્મ દિવસની ઉજવણી કરવામાં હજ્જારો, લાખ્ખો રૂપિયા નો ખોટો વ્યય કરીએ છીએ પરંતુ સેવાભાવી એડવોકેટ એ ખોટા ખર્ચા ને તિલાંજલિ આપી જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચવાની પહેલ કરી, ઈડર તાલુકા આરોગ્ય કચેરીના T.H.O. ડો. ધ્રુવકુમાર પી. પટેલ સહિત સમગ્ર ટીમે સેવાકીય પ્રવૃત્તિને આવકારી સેવાકીય પ્રશંશનીય કાર્યક્રમ ને બિરદાવ્યું હતું.*
