Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentસૈફ અલી ખાનની જ્વેલથીફ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું

સૈફ અલી ખાનની જ્વેલથીફ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું

Updated: Jun 6th, 2024

સૈફ અલી ખાનની જ્વેલથીફ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું

– સહ અભિનેતા કુણાલ કપૂરે તસવીરો શેર કરી

– ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવાની છે,  દેવ આનંદની મૂળ જ્વેલથીફ સાથે કોઈ લેવાદેવા નહીં

મુંબઇ : સૈફ અલી ખાને હાલમાં જ પોતાની આગામી ફિલ્મ જ્વેલથીફના શૂટિંગ પુરુ કર્યું છે. આ ફિલ્મના સહ કલાકાર કુણાલ કપૂરે શૂટિંગ રેપ અપ થયાની તસવીરો શેર કરી હતી. 

 આ ફિલ્મમાં સૈફની સાથે જયદીપ અહલાવત પણ છે. ફિલ્મ સિદ્ધાર્થ આનંદે બનાવી છે પરંતુ તેનું દિગ્દર્શન રોબી ગ્રેવાલે કર્યું છે. 

આ ફિલ્મ સીધી ઓટીટી પર રજૂ થવાની છે. દેવ આનંદની આ જ ટાઈટલ ધરાવતી ફિલ્મ સાથે આ ફિલ્મને કોઈ લેવાદેવા નથી. આ બિલકૂલ જૂદી જ સ્ટોરી છે તેમ ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું હતું. 

સૈફને ઓટીટી પ્લેટફોર્મ ફળ્યું છે. તેની ‘સેક્રેડ ગેમ્સ’ સીરિઝ ખાસી લોકપ્રિય થઈ હતી. તે પછી તે ‘તાંડવ’ સીરિઝમાં પણ જોવા મળ્યો  હતો. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x