*માની આરાધનાને બદલે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોટ ચિંતાજનક*
પહેલા પંખીડા તું ઉડી જાજે પાવગઢ જેવા સુમધુર ગરબા ગવાતા હવે મેને ખત મહેબૂબ કે નામ લીખા જેવા ગીતોએ સ્થાન લઈ લીધું*
*નવરાત્રિમાં વાગે ફિલ્મી ગીતો અને પ્રવેશ માટે માત્ર ટ્રેડિશનલ ડ્રેસનો જ અયોજકોનો આગ્રહ*
*ટ્રેડિશનલ ડ્રેસ નહી પહેનાર ખેલૈયાઓનું અપમાન કરવામાં આવતું હોવાની રાવ*
મોડાસા શહેરની લોકપ્રિય રમઝટ નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ પોશાક પહેરેલ ના હોય એવા ખેલૈયાના પ્રેવશ પર આયોજકોએ પ્રતિબંધ ફરમાવ્યો હોય એવું ખેલૈયા સાથે અપમાન જનકવર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપોસાથેખેલૈયાઓમાં નારાજગી પ્રવર્તિ છે, એક તરફ નવરાત્રીમાં ન શોભે નહિ તેવા અશ્લીલ ફિલ્મી ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસમાં જ પ્રવેશ મળશે તેઓ આગ્રહ આયોજકો રાખી રહ્યા છે.દૂરદૂરના ગામડાઓ થી સાદા પોષાક પહેરી ગરબા રમવા કે નિહાળવા આવતા ખેલૈયાઓને પ્રવેશન મળતા સવાલો ઉઠ્યા છે,ગરબા ગ્રાઉન્ડમાં નિયમોનું પાલન કરાવતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ બહારના હાઇવે રોડ પર આડેધડ વાહન પાર્કિંગ અને લોકોની ભારે ભીડ વચ્ચે જો અકસ્માત સર્જાય તો મોટી જાનહાની પણ સર્જાઈ શકે છે.કેપિસિટી કરતા વધુ ભીડ એકઠી થવાના કારણે જાહેરનામા નો ભંગ થતો હોવાનું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.આ બાબતે ઉચ્ચ અધિકારીઓ એ આયોજકોને જાહેરનામાનું પાલન કરવા સૂચન કરવામાં આવે એ પણ જરૂરી. રાત્રી દરમિયાન ભારે વાહનો તથા લક્ઝરીઓની ભારે અવરજવર રહેછેજેઅકસ્માતનું કારણ બની શકે તેમ છે
