*મોડાસા ખાતે આવેલ તુલસી આંગન રેસીડેન્સીમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નીરજભાઈ શેઠ, ઉપ પ્રમુખ શ્રી રોહિત પટેલ ,કારોબારી અધ્યક્ષ શ્રી અતુલ જોષી,નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ભદ્રેશ પટેલ, ટાઉન પ્લાનર શ્રી માલી તુલસી આંગન રેસીડેન્સી ના આમંત્રણ ને માન આપી ગણપતિ દાદા ના દર્શન અને આરતી નો લાભ લઇ ધન્યતા અનુભવી.સોસાયટીના રાજુભાઈ જાગીડ રાજુભાઈ સગર નરેન્દ્ર દવે (પત્રકાર) સોસાયટીના રહીશોએ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરતાં સમગ્ર સોસાયટીમાં આનંદની લાગણી પ્રવર્તીહતી. સન્માનના પ્રત્યુતરમાં નગરપાલિકાના પ્રદાધિકારીઓ અને અધિકારી શ્રી એ દાદાના દર્શન અને આરતી નો લાભ આપવા બદલ સોસાયટીના વહીવટદારોનો આભાર વ્યક્ત કરેલ.
