રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઈનીઝ લસણના વેચાણને લઈને હોબાળો મચી ગયો હતો. અહીં લાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઈનીઝ લસણથી નારાજ ખેડૂતોએ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેની હરાજી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ લસણનીઆજે ક્યાંય હરાજી થઈ ન હતી. બે દિવસપહેલા ગુજરાતના ગોંડલ શાક માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણના 30 કટ્ટા મળી આવ્યા હતા. આ ચાઇનીઝ લસણ ગોંડલ સુધી કેવી રીતે પહોંચ્યું તેને લઇને ચોંકાવનારો ખુલાસો થયો હતો.રાજ્યમાં દાણચોરીથી ચાઈનીઝ લસણ પહોંચ્યું હોવાની આશંકા છે.ચાઈનીઝ લસણ બેંગલુરૂથી વાયા મુંબઈ થઈ ગુજરાત પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે. ઉપલેટાનો એક વેપારી ચાઈનીઝ લસણ લાવ્યાનો આરોપ છે. ઉપલેટાના અસફાક નામના વેપારીએ ગોંડલ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. અસફાકે 30 કટ્ટા ચાઈનીઝ લસણના મંગાવ્યાનો સ્વીકાર કર્યો હતો. ચાઈનીઝ લસણના નમૂના લેબોરેટરીમાં ટેસ્ટિંગ મોકલાયા હતા. ગોંડલ બી ડિવિઝન પોહા) અલ્તાફ નામના વેપારીનું નિવેદન લીધુ હતું.
