Sunday, June 8, 2025
spot_img
HomeNewsઅમદાવાદ: બી જે મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે પણ ડોક્ટરોની હડતાલ...

અમદાવાદ: બી જે મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે પણ ડોક્ટરોની હડતાલ જારી,દર્દીઓ પરેશાન…

કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટરની રેપ બાદ  હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. દેશભરના રેસિડેન્ટ્સ ડોક્ટરોએ આ મહિલા ડૉક્ટરના પરિજનોને ન્યાય અપાવવા હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રેસિડેન્ટ્સની હડતાળને પગલે અનેક દર્દીઓ રઝળ્યા છે. સમયસર સારવાર ન મળતા ભારે હાલાકી વેઠી રહ્યા છે. સતત 5માં દિવસે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટસ ઓપીડી અને ઈમરજન્સી સેવાઓથી અળગા રહ્યા. ડૉક્ટર્સ માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવવાની માગ સાથે આ રેસિડેન્ટ્સ હડતાળ કરી રહ્યા છે. એવામાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પરંતુ તેમને સારવાર મળી રહી નથી. જેના કારણે દર્દીઓની હાલત સતત કફોડી બની રહી છે.

જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ સામે સરકારે હજુ મૌન ધર્યું છે. હજી સુધી કોઇ પણ નિવેદન સરકાર તરફથી સામે નથી આવ્યું. ત્યારે, સવાલ ઉઠે છે કે ક્યા સુધી હજારો દર્દીઓને આમ જ હાલાકી ભોગવવી પડશે? હડતાળ સમેટાશે કે હજી ઉગ્ર બનશે? આ બાબતે દર્દીઓ પણ નારજ્ગી દર્શાવી રહ્યા છે.તબીબોની હડતાળ સતત ખેંચાઈ રહી છે દર્દીઓપરેશાન થઈ રહ્યા છે ત્યારે કેટલાક ડોક્ટરોનું  કહેવું છે કે દર્દીઓ હેરાન થાય તે ખોટુ જ છે પરંતુ ડોક્ટર્સ પર અવારનવાર હુમલા થાય છે અને તે અટકવા પણ એટલા જ જરૂરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x