ધી કસ્બા એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત એફ.યુ.મલેક પ્રાથમિક & કિનઆની કસ્બા માધ્યામિક શાળા, મોડાસા ખાતે 78 માં સ્વતંત્ર્ય દિનની ઉજવણી એફ.યુ.મલેક પ્રાથમિક & કિનઆની કસ્બા માધ્યામિક શાળા, મોડાસા ખાતે જનાબ અ.કાદર જી.શેખ (મેને.ટ્રસ્ટી, ધી કસ્બા એજ્યુકેશન ટ્રસ્ટ,મોડાસા) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખ મો.હનીફ એમ.બેલીમ, સેક્રેટરી મો.યાસીન કાજી, ઉપપ્રમુખ મો.ઐયુબ શેખ,ઉત્સવ કમિટિ ચેરમેન મો.યુનુસ (બાબુભાઈ) મલેક, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સઇદાબેન કાજી અને કારોબારી સભ્યોમાં મો.યાસીન પટેલ ઈકબાલભાઈ ચિસ્તી,ઈમ્તિયાઝભાઈ ચિસ્તી,મોહસીનભાઇચૌહાણ,અકબરભાઈ શેખ, યુનુસભાઈ ચૌહાણ, રફીકભાઈ શેખ (માજી.આચાર્ય), જહીરભાઈ પઠાણ વગેરે સભ્યો હાજર રહ્યા હતા. એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય હબીબુરરહેમાન એફ. શેખ દ્વારા જવાબદારી નિભાવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય હબીબુરરહેમાન એફ. શેખ અને સુપરવાઇઝર અલ્તાફહુસેન ચૌહાણ ની દોરવણી હેઠણ કરવામાં આવ્યું હતું.
શાળાની શિક્ષિકા નાજનીનબેન મીરઝા દ્વારા ચંદ્રયાન -૩ નો વિદ્યાર્થી અને મહેમાનો સમક્ષ પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યો હતો. શાળાનો તમામ સ્ટાફ ગણ હાજર રહ્યો હતો. અંતે બાળકોને અલ્પાહાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.