Saturday, August 2, 2025
spot_img
HomeGujaratગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટા, કેટલાક વિસ્તારમાં અપાયુ વરસાદનું એલર્ટ, જુઓ...

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટા, કેટલાક વિસ્તારમાં અપાયુ વરસાદનું એલર્ટ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.તેમજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયુ વરસાદની સંભાવના નહિવત – પરેશ ગોસ્વામી

બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયુ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે. 22 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. કેટલીક જગ્યાએ અતિવૃષ્ટી થવાની પણ સંભાવના છે.

SourceTV9

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x