Monday, June 9, 2025
spot_img
HomeGujaratવેડા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયોઃ MLA હાજર રહ્યા

વેડા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયોઃ MLA હાજર રહ્યા

માણસા તાલુકાના વેડા ગામે 1.75 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન પ્રાથમિક શાળાનું ધારાસભ્ય જે એસ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રીફીકેશનથી સજ્જ નવીન શાળામાં 11 અદ્યતન ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, આધુનિક 15 કોમ્પ્યૂટર સાથે કોમ્પ્યૂટર લેબ, ફાયર સેફ્ટી, દિવ્યાંગ બાળકો, કુમાર અને કન્યાઓ માટે અલગ ટોયલેટ તથા પેવર બ્લોક જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવીન શાળાના નિર્માણથી વિદ્યાર્થીઓના અભ્યાસની સુવિધાઓમાં પણ વધારો થશે.

ત્યારબાદ શિક્ષણ કરશે સપના સાકારના સૂત્ર સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1માં નાના ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. બાળકોને પુસ્તક ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, એપીએમસી ચેરમેન માધવલાલ પટેલ, મહામંત્રી રાજુભાઈ ચૌધરી, મગનભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, ગાભુજી ઠાકોર, શાળાના આચાર્ય, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x