- ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ૮ સનદી અધિકારીઓ અને ૩ આઇ.પી.એસ અધિકારીઓ વિવિધ શાળામાં પ્રવેશવિધિ સંપન્ન કરાવશે
- જિલ્લાના નક્કી થયેલ શાળા પ્રવેશોત્સવના ૬૧ રૂટમાં સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બનશે.
ગાંધીનગર જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪-૨૫નો આરંભ થશે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકાના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત રાજયકક્ષાના ૮ સનદી અધિકારીઓ ( આઇ.એ.એસ), ૩ આઇ.પી.એસ કક્ષાના અધિકારીઓ વિવિધ શાળાઓમાં બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરાવશે. તે ઉપરાંત નક્કી થયેલા ૬૧ રૂટની વિવિધ શાળાઓમાં સ્થાનિક પદાધિકારીઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરાવશે.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસ તા. ૨૬મી જૂન, ૨૦૨૪ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલની ઉપસ્થિતિમાં રાયસણ, ભાટ અને કોબા ગામ ખાતે નાના ભુલકાઓ અને ઘોરણ-૯ના વિઘાર્થીઓની પ્રવેશવિધી સંપન્ન થશે. ગોકુળપુરા અને સેકટર- ૧૬ની શાળામાં જળ સંશાધન અને કલ્પસર વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમની ઉપસ્થિતિમાં અને વાવોલ અને કોલવડા ગામની શાળાઓમાં ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, ગાંધીનગરના મેનેજિંગ ડિરેકટર એચ.એન.પટેલની ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. તેમજ બોરીજ અને જી.ઇ.બી ખાતેની શાળામાં યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમાર અને સેકટર-૭, ઇન્દ્રોડા અને ઘોળાકુવાની શાળામાં શ્રમ કમિશનર અનુપમ આનંદની ઉપસ્થિતિમાં યોજાશે.
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે તા. ૨૬મી જૂનના રોજ દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા ( નાંદોલ), મોહનપુરા અને ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરના હસ્તે શાળાના બાળકોની પ્રવેશવિધી સંપન્ન થશે. ગાંધીનગર તાલુકાના શાહપુર, રતનપુર અને સ્વામિનારાયણ શતાબ્દી સ્મારક શાળામાં ઉર્જા અને પ્રટ્રોલ કેમિકલ્સના અગ્રસચિવ મમતા વર્માના હસ્તે ભુલકાઓને કંકુ તિલક કરીને પ્રવેશવિધી સંપન્ન કરાવવામાં આવશે. ડભોડા ગામની કુમાર, કન્યા અને શેઠ.શ્રી ભીખુભાઇ એન. વિધાલય ખાતે ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ શમશેર સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જનરલ ઓફ પોલીસ- સી.આઇ.ડીના એડીશન ડાયરેકટર ર્ડા. એસ. પાંડિયન રાજકુમારના હસ્તે શિહોલી મોટી, દશેલા ખાતે બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરાવવામાં આવશે.
કલોલ તાલુકાના ઓળા, ઇસંડ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ઉધોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર દ્વારા આંગણવાણી, બાલવાટિકા, ઘોરણ- ૧ અને ૯ ના વિધાર્થીઓની પ્રવેશવિધી સંપન્ન કરાવવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં લ્ક્ષ્મીપુરા(ખડાત), જુના ખડાત અને મહુડી ગામની શાળાઓમાં પ્રવેશવિધી સંપન્ન કરવામાં આવશે. માણસા તાલુકાના ઘોળાકુવા અને માણસા ખાતે સ્વચ્છ ભારત મિશન ( શહેરી)ના મિશન ડાયરેકટર ભવ્ય વર્માની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
By The Press Solution
ટુ અને ફોર વ્હિલર વાહનની પંસદગીના નંબરોની મેળવવા ઓનલાઈન રિઓક્શનનું આયોજન